Recent Post By Lable

On Twitter

ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો

ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો
પ્હોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો
વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું
ઘેરી વળ્યો છે આંખને અંધાર શબ્દનો
વન વન નગર ને શેરીઓ ઘર કે દીવાલ સૌ
લઈને ઊભાં છે પાંગળો આધાર શબ્દનો
ભેગા મળીને સાત સૂરજ તપશે જે ઘડી
પીગળી બરફની જ્યમ જશે આકાર શબ્દનો
આંજો નયનમાં સાંજનું ભગવું ગગન હવે
શોભે ન આજ આપણે શણગાર શબ્દનો
ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો Reviewed by Trending Viral in internet on 04:10 Rating: 5

No comments:

Powered by Blogger.