Recent Post By Lable

On Twitter

નદીમા ડૂબી રહેલા એક વ્યક્તિએ પુલ પર જતા એક માણસને બૂમ પાડી, ''બચાવો...બચાવો...'' પુલ પર જતા વ્યક્તિએ નીચે જોયુ અને તેને બચાવવા માટે રસ્સી ફેંકી અને કહ્યુ,

''રસ્સી પકડીને ઉપર આવી જાવ..હું તમને બચાવી લઇશ...''

પરંતુ નદીમાં ડૂબી રહેલો વ્યક્તિ રસ્સી પકડી શકતો ન હતો. તેણે ડરતા ડરતા કહ્યુ,

''મને મરવુ નથી. જીવન ઘણુ કિંમતી છે. કાલેજ મને રબડલાલ એન્ડ કંપનીમાં સારી નોકરી મળી છે. ''

આટલુ સાંભળીને પુલ પર ઉભેલો વ્યક્તિ રસ્સી ફેંકીને રબડલાલ કંપનીની ઓફિસે પહોંચી ગયો. ત્યાં પહોંચીને મેનેજરને કહ્યુ,

''સર, જે વ્યક્તિને તમે કાલે નોકરીએ રાખ્યો હતો, તે હમાણા જ ડૂબીને મરી ગયો છે. તેથી તમારી કંપનીમાં એક જગ્યા ખાલી છે. હું બેરોજગાર છું, તેથી મને નોકરી પર રાખી લો...''
.
.
.
.
.
મેનેજરે જવાબ આપ્યો,

''દોસ્ત તમે લેટ થઇ ગયા. હમણા થોડી વાર પહેલાજ અમે તે વ્યક્તિને નોકરી પર રાખી લીધો છે જેણે પેલાને ધક્કો માર્યો હતો....''
Reviewed by Trending Viral in internet on 03:24 Rating: 5

No comments:

Powered by Blogger.