Recent Post By Lable

On Twitter

સ્વર્ગનાં દરવાજા

ત્રણ બિલ્ડીંગ કોન્ટ્રાક્ટરનાં મૃત્ય થઇ. ત્રણેય જણા સ્વર્ગનાં દરવાજા પાસે મળ્યા જેમાં એક પાકિસ્તાની હતો, બીજો ચાઈનીસ હતો અને ત્રીજો ભારતીય હતો.
ત્રણેય જેવા સ્વર્ગમાં દાખલ થાય છે ત્યાં સ્વર્ગનાં દૂતે તેમને રોક્યા અને કહ્યું :
અંદર જતા પહેલાં તમારે ત્રણેયે આ દરવાજા સમારકામમાં કેટલો ખર્ચો આવે તે અનુમાન લગાવીને કહેવાનું.
પહેલાં પાકિસ્તાની કોન્ટ્રાક્ટર દરવાજાને જોઈ હિસાબ કરી ને ૯૦૦૦નો ખર્ચ થશે એમ કહ્યું.
દૂતે પૂછ્યું : ૯૦૦૦ કઈ રીતે?
પાકિસ્તાની કોન્ટ્રાક્ટર : ૩૦૦૦ મટીરીઅલ, ૩૦૦૦ મજુરી અને ૩૦૦૦ નફો.
દૂતે હવે ચાઈનીસ કોન્ટ્રાક્ટરને અનુમાન લાગવાનું કહ્યું.
થોડીવાર તેને જોયું અને ૩૩૦૦૦ રૂ.નાં ખર્ચનો અનુમાન આપ્યું.
દૂતે તેને પણ પૂછ્યું : ૩૩૦૦૦ કેવી રીતે?
ચાઈનીસ કોન્ટ્રાક્ટર : ૧૧૦૦૦ મટીરીઅલ, ૧૧૦૦૦ મજુરી અને ૧૧૦૦૦ નફો.
હવે દૂતે ભારતીય કોન્ટ્રાક્ટરને પૂછ્યું.
ભારતીય કોન્ટ્રાક્ટરે કોઈ નિરિક્ષણ કર્યા વગર ૨૯૦૦૦ રૂ, કહ્યા.
દૂતે તેને પણ પૂછ્યું : ૨૯૦૦૦ કેવી રીતે?
ભારતીય કોન્ટ્રાક્ટર: ૧૦૦૦૦ તમારા, ૧૦૦૦૦ મારા અને ૯૦૦૦ રૂ.માં પાકિસ્તાની કોન્ટ્રાક્ટર બહુ સરસ કામ કરી લેશે.
સ્વર્ગનાં દરવાજા સ્વર્ગનાં દરવાજા Reviewed by Trending Viral in internet on 23:57 Rating: 5

No comments:

Powered by Blogger.