Recent Post By Lable

On Twitter

ઓફીસવાળી છોકરી સાથે ફિલ્મ જોવા ગયા હતા

પત્ની : આટલું મોડું કેમ થયું? શું ઓફીસવાળી છોકરી સાથે ફિલ્મ જોવા ગયા હતા?
પતિ : અરેરે શું ગમે ત્યારે શક જ કરે રાખે છે.
પત્ની : તો પછી ૭ વાગ્યે ઘરે આવાનો ટાઈમ છે અને ૧૦ વાગ્યે કેમ આવ્યા?
પતિ : અરે એમાં એવું થયું કે એક જણાની ૧૦૦૦ની નોટ ખોવાઈ ગઈ હતી.
પત્ની : ઓહ્હ એટલે તમે તેને તે નોટ શોધી આપતા હતા?
પતિ : ના રે હું તે નોટ પર ઉભો હતો.
પત્ની : અચ્છા તો જલ્દીથી તે નોટ મને આપી દો.
પતિ : આ લે ૧૦૦ રૂ.
પત્ની : બાકીના ૯૦૦ રૂ ક્યાં ગયા?
પતિ : હવે થયું એવું કે એક છોકરીએ મને તે નોટ ઉપડતા જોઈ ગઈ પછી મારે તેને ફિલ્મ દેખાડવી પડી પછી એક સસ્તા હોટલમાં તેને જમાડી અને પછી મારા સ્કુટર પર તેને તેના ઘરે છોડી ત્યારે તારા માટે ૧૦૦ રૂ. બચાવી શક્યો જેથી તું પાણીપૂરી ખાઈ શકે તને પાણીપૂરી બહુ ભાવે ને.
પત્ની : તમે મારો કેટલો ખ્યાલ રાખો છો અને હું તમારા પર શક કરે રાખું છું.
ઓફીસવાળી છોકરી સાથે ફિલ્મ જોવા ગયા હતા ઓફીસવાળી છોકરી સાથે ફિલ્મ જોવા ગયા હતા Reviewed by Trending Viral in internet on 23:58 Rating: 5

No comments:

Powered by Blogger.